Home> World
Advertisement
Prev
Next

Canada: પતિને આવ્યું સપનું... મહિલાએ તે જ નંબરની લીધી Lottery, જીત્યા 344 કરોડ રૂપિયા

સપનું આવવું એક સામાન્ય વાત છે. પરંતુ જ્યારે  કેટલાક સપના સાચા પડી જાય ત્યારે માણસ ખુશીમાં ઝૂમી ઉઠે છે. આવું જ કઈંક થયું છે કેનેડા (Canada) માં રહેતી ડેંગ પ્રવાતોડોમ (Deng Pravatoudom) સાથે. પતિએ એક સપનું જોયું અને બંનેનું પછી તો ભાગ્ય જ બદલાઈ ગયું

Canada: પતિને આવ્યું સપનું... મહિલાએ  તે જ નંબરની લીધી  Lottery, જીત્યા 344 કરોડ રૂપિયા

ટોરન્ટો: સપનું (Dream) આવવું એક સામાન્ય વાત છે. પરંતુ જ્યારે  કેટલાક સપના સાચા પડી જાય ત્યારે માણસ ખુશીમાં ઝૂમી ઉઠે છે. આવું જ કઈંક થયું છે કેનેડા (Canada) માં રહેતી ડેંગ પ્રવાતોડોમ (Deng Pravatoudom) સાથે. પતિએ એક સપનું જોયું અને બંનેનું પછી તો ભાગ્ય જ બદલાઈ ગયું. 

પતિએ સપનામાં જોયો હતો નંબર
ટોરન્ટોની રહીશ ડેંગ પ્રવાતોડોમ (Deng Pravatoudom) ના પતિએ સપનામાં એક નંબર જોયો હતો. તે નંબરનો ઉપયોગ કરીને ડેંગે એક લોટરી ( lottery ) ખરીદી. આ લોટરીએ બંનેને માલામાલ કરી દીધા. ઓન્ટારિયો લોટરી અને ગેમિંગ કોર્પોરેશન (OLG) ના જણાવ્યાં મુજબ ડેંગ પ્રવાતોડોમે 1 ડિસેમ્બર 2020ના રોજ સપનામાં જે નંબર જોયો તેનો ઉપયોગ કરીને લોટરીની ટિકિટ ખરીદી. જેમાં તેને 6 કરોડ કેનેડિયન ડોલર એટલે કે 344 કરોડ રૂપિયા જીત્યા. 

fallbacks

20 વર્ષ પહેલા જોયું હતું સપનું
ડેંગ પ્રવાતોડોમે (Deng Pravatoudom) જણાવ્યું કે તેમના પતિએ બે દાયકા પહેલા કેટલાક નંબરો અંગે એક સપનું જોયું હતું અને જેકપોટ જીતવા માટે તે ત્યારથી તે જ નંબરોની લોટરી ખરીદી રહી હતી. OLGના રિપોર્ટ મુજબ કોરોનાકાળમાં ડેંગ પ્રવાતોડોમે કહ્યું કે હું અને મારા પતિ 40 વર્ષોથી એક સામાન્ય મજૂરની જેમ કામ કરી રહ્યા હતા. પરંતુ અથાગ મહેનત બાદ પણ કઈ પૈસા બચતા નહતા. કોરોનાકાળમાં જ્યારે અમારી નોકરી જતી રહી ત્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. હવે આ પૈસાથી મદદ થઈ જશે. 

Carmine Colour : કેટલી મજાથી જીભ લપલપાવીને દુનિયા ઝાપટી જાય છે આ 'જીવડા', એ પણ જાણ બહાર!

fallbacks

(તસવીરો-સાભાર ડેંગ પ્રવાતોડોમ ફેસબુક)

કેવી રીતે ખર્ચ કરશે પૈસા
ડેંગ પ્રવાતોડોમે (Deng Pravatoudom) કહ્યું કે લોટરીના પૈસા મળ્યા બાદ જીવન ખુબ સરળ બની જશે. તેમણે કહ્યું કે તેઓ આ પૈસાનો ઉપયોગ બાળકોના અભ્યાસ ઉપરાંત ગાડી અને ઘર ખરીદવામાં કરશે. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More